VIDEO: નવસારીમાં જળબંબાકાર: આકાશી દ્રશ્યોમાં સામે આવ્યો જળતાંડવનો નજારો
નવસારી શહેરમાં છેલ્લા 24 કલાકથી વરસી રહેલા મુશળધાર વરસાદે સર્જેલા મેઘતાંડવને કારણે

નવસારી શહેરમાં છેલ્લા 24 કલાકથી વરસી રહેલા મુશળધાર વરસાદે સર્જેલા મેઘતાંડવને કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. શહેરમાં ચારેબાજુ પાણી ભરાઈ જતા કાશીવાડી, બેસતખાડા, શાંતાદેવી અને બંદર રોડ જેવા નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે. રાત્રિના સમયે ઘરોમાં પાણી ઘૂસી આવતા લોકોની ઘરવખરી અને ખાદ્ય સામગ્રીને ભારે નુકસાન પહોંચ્યું છે. જેને પગલે અનેક અસરગ્રસ્ત પરિવારોએ સ્થળાંતરિત થઈને અત્યંત વિકટ પરિસ્થિતિમાં રાત વિતાવવી પડી હતી. આકાશી દ્રશ્યોમાં શહેરની દુર્દશા સ્પષ્ટપણે જોવા મળી રહી છે અને તંત્ર દ્વારા રાહત તથા બચાવની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે.




