VIDEO: વાલિયા: ભારે વરસાદથી સિલુડી ગામ બેટમાં ફેરવાયું, 50 લોકોનું કરાયું સ્થળાંતર
ભરૂચ જિલ્લાના વાલિયા પંથકમાં ધોધમાર વરસાદ બાદ સિલુડી ગામમાં પૂર જેવી સ્થિતિ સર્જા


ભરૂચ જિલ્લાના વાલિયા પંથકમાં ધોધમાર વરસાદ બાદ સિલુડી ગામમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ગામમાંથી પસાર થતા કોતરના પાણી 10થી વધુ ઘરોમાં ઘૂસી જતાં ગ્રામજનોમાં અફરાતફરી મચી હતી. અનેક પરિવારોને ઘરવખરી બચાવવાનો પણ સમય મળ્યો નહોતો. એક મકાનમાં ભુવો પડ્યો જ્યારે બે મકાનોની દીવાલ ધરાશાયી થતાં સાત લોકોનો આબાદ બચાવ થયો હતો. ઘટનાની જાણ થતાં તલાટી, મામલતદાર અને વહીવટી તંત્ર સ્થળે દોડી આવ્યું અને 50 જેટલા લોકોને સુરક્ષિત રીતે શાળામાં સ્થળાંતર કરાયા. અસરગ્રસ્ત લોકોએ તાત્કાલિક સહાયની માંગ ઉઠાવી છે.




