VIDEO: બાલાઘાટમાં ભારે વરસાદમાં ફસાયેલા ૧૬ ગ્રામીણોનો બચાવ
સોર્સ : gstv
મધ્યપ્રદેશના બાલાઘાટ જિલ્લામાં ભારે વરસાદને કારણે કિર્નાપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ભાનપુર ગામમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. સતત મુશળધાર વરસાદના લીધે ફસાયેલા ૧૬ ગ્રામીણોને પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા સમયસૂચકતા વાપરી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. બાલાઘાટના પોલીસ અધિક્ષક આદિત્ય મિશ્રાએ આ રેસ્ક્યુ ઓપરેશનની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, તમામ ગ્રામીણો હાલ સુરક્ષિત છે અને તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેને લઈને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને પ્રભાવિત વિસ્તારોમાં સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.

