Video: સાબરકાંઠા જિલ્લાભરમાં ઉત્સાહભેર ઉજવાયું વિજયાદશમી પર્વ: હિંમતનગર સહિત વિવિધ સ્થળોએ યોજાયું ભવ્ય રાવણ દહન

સાબરકાંઠા જિલ્લામાં અસત્ય પર સત્યના વિજયના પ્રતીક સમાન વિજયાદશમી પર્વ નિમિત્તે જિલ્લાભરમાં ભવ્ય રાવણ દહન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર તેમજ ઈડર, વડાલી, ખેડબ્રહ્મા અને તલોદ સહિતના વિવિધ વિસ્તારોમાં યોજાયેલા આ સાંસ્કૃતિક મહોત્સવને નિહાળવા માટે બહોળી સંખ્યામાં નાગરિકો ઉમટી પડ્યા હતા….સંધ્યાકાળના સમયે વિવિધ સ્થળોએ આકર્ષક આતિશબાજી સાથે રાવણના વિશાળ પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું, જેને લઈને લોકોમાં ભારે ઉત્સાહ અને રોમાંચ જોવા મળ્યો હતો. ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાયેલા આ ઉત્સવને કારણે સમગ્ર જિલ્લામાં હર્ષોલ્લાસ અને ભક્તિમય માહોલ છવાઈ ગયો હતો.






