મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: સાબરકાંઠાના તલોદ જીઆઈડીસીમાં રબ્બર બનાવતી કંપનીમાં ભીષણ આગ: ધુમાડાના ગોટેગોટા છવાયા

સોર્સ: gstv

સાબરકાંઠા જિલ્લાના તલોદ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી પુષ્પક ઇન્ડિયા નામની રબ્બર બનાવતી કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. કંપનીમાંથી કાળા ધુમાડાના ગોટેગોટા આકાશમાં દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા. આગની ગંભીરતાને જોતાં પ્રાંતિજ, હિંમતનગર અને તલોદ એમ ત્રણ તાલુકાઓની ફાયર ફાઇટર ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ પર કાબુ મેળવવા માટે ભારે જહેમત ઉઠાવી રહી છે. સદનસીબે આ દુર્ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી અકબંધ છે, અને સ્થાનિક તંત્ર દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો