મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: કતાર બ્લાસ્ટમાં સુરતના યુવાનનું મોત, પાર્થિવ દેહ વતન પહોંચતા શોકનો માહોલ

કતારની એક પેટ્રોલિયમ કંપનીમાં થયેલા ગમખ્વાર બ્લાસ્ટમાં સુરતના વતની સની ના

કતારની એક પેટ્રોલિયમ કંપનીમાં થયેલા ગમખ્વાર બ્લાસ્ટમાં સુરતના વતની સની નામના યુવાનનું મોત નીપજ્યું છે. દુર્ઘટના બાદ સની લાપતા હતો, પરંતુ તપાસમાં તેનો મૃતદેહ મળી આવતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. સનીના ભાઈએ મૃતદેહની ઓળખ કરી હતી. ભારતીય દૂતાવાસના સહયોગથી મૃતદેહને ખાસ પ્રક્રિયા બાદ અમદાવાદ એરપોર્ટ લાવવામાં આવ્યો હતો, જ્યાંથી બાય રોડ સુરત સ્થિત તેના નિવાસસ્થાને પહોંચાડવામાં આવ્યો હતો. સનીના પાર્થિવ દેહને જોતા જ સ્વજનોના હૈયાફાટ રુદનથી આખો વિસ્તાર ગમગીન બન્યો હતો. સ્થાનિકોમાં પણ શોકની લાગણી પ્રસરી ગઈ છે. આ ઘટનાએ પરિવારના આધારસ્તંભ સમાન યુવાનને છીનવી લેતા ભારે અરેરાટી વ્યાપી છે.

આ સમાચાર શેર કરો