મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: કડીના જાસલપુરમાં યુવાનનું અપહરણ, અપહરણકારો ખેતરમાં યુવકને છોડીને ફરાર

રાજ્યના મહેસાણાના કડીમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ

તસવીર: GSTV

રાજ્યના મહેસાણાના કડીમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે કડીના  જાસલપુર રોડ પરથી ૧૯ વર્ષીય સાહિલ નાગોરીનું બે ગાડીમાં આવેલા શખ્સોએ અપહરણ કરતા ચકચાર મચી છે. હથિયારો સાથે આવેલા પાંચ શખ્સોએ યુવકને ખેતરમાં ગોંધી રાખી જૂની અદાવત કે પૂછપરછના બહાને ધાકધમકી આપી હતી.

અપહરણકારો યુવકને છોડીને ફરાર થઈ ગયા

જોકે, પરિચિતો આવી પહોંચતા અપહરણકારો યુવકને છોડીને ફરાર થઈ ગયા હતા. એક ગાડી પર નંબર પ્લેટને બદલે 'રાઠોડ' લખેલું હોવાનું સામે આવ્યું છે. કડી પોલીસે હાલ પાંચ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે

આ સમાચાર શેર કરો