મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: "અમે AC નથી વાપરતા સાહેબ!" સુરેન્દ્રનગરમાં 1 મહિનામાં 3 બિલ આવતા મહિલાઓનો PGVCL પર હલ્લાબોલ

VIDEO: સુરેન્દ્રનગર શહેરના પોપટપરા વિસ્તાર

VIDEO: સુરેન્દ્રનગર શહેરના પોપટપરા વિસ્તારની શ્રમિક મહિલાઓએ આજે PGVCL કચેરી ખાતે સ્માર્ટ મીટરના વિરોધમાં ઉગ્ર દેખાવો કર્યા હતા. 'સ્માર્ટ મીટર હટાવો'ના સૂત્રોચ્ચાર સાથે મહિલાઓએ અધિકારીઓનો ઘેરાવો કર્યો હતો. ગરીબ પરિવારો પર વીજ બિલનો અસહ્ય બોજ નાખવામાં આવતા રોષ ફાટી નીકળ્યો છે.

એક મહિનામાં ત્રણ બિલ: ગ્રાહકોની કમ્મર તૂટી
પોપટપરા વિસ્તારમાં રહેતી મહિલાઓનો આરોપ છે કે સ્માર્ટ મીટર લગાવ્યા બાદ માત્ર એક જ મહિનાના ગાળામાં તેમને ત્રણ-ત્રણ વીજ બિલ ફટકારવામાં આવ્યા છે. મજૂરી કરીને ગુજરાન ચલાવતા પરિવારો માટે આ આર્થિક ફટકો સહન કરવો અશક્ય બન્યો છે. મહિલાઓએ સ્પષ્ટ માંગ કરી છે કે આ સ્માર્ટ મીટર તાત્કાલિક દૂર કરી જૂના મીટર ફરી લગાવવામાં આવે.

અધિકારીઓના તોછડા વર્તનથી રોષમાં વધારો
હલ્લાબોલ દરમિયાન PGVCLના અધિકારીઓએ મહિલાઓ સાથે કરેલા વર્તનને લઈને પણ વિવાદ સર્જાયો છે. સ્થાનિક મહિલા શ્રુતિબેન મકવાણાએ આક્ષેપ કર્યો હતો કે, જ્યારે તેઓ રજૂઆત કરવા ગયા ત્યારે અધિકારીઓએ કટાક્ષમાં જણાવ્યું કે "તમે AC વાપરો છો એટલે બિલ આવે છે, ખોટા હલ્લાબોલ ન કરો." મજૂરી કરતી મહિલાઓ માટે આવા શબ્દો વાપરતા અધિકારીઓ સામે ભારે ફિટકારની લાગણી જન્મી છે.

આ સમાચાર શેર કરો