VIDEO: ભરૂચ અને અંકલેશ્વરમાં નર્મદા નદીનું જળસ્તર ભયજનક સપાટીએ, વહીવટી તંત્ર સતર્ક
નર્મદા ડેમમાંથી 4.45 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવતાં ભરૂચ અંકલેશ્વર જિલ
નર્મદા ડેમમાંથી 4.45 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવતાં ભરૂચ અંકલેશ્વર જિલ્લામાં નર્મદા નદીનું જળસ્તર ભયજનક સપાટીએ પહોંચ્યું છે. ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નદીનું જળસ્તર 24 ફૂટે પહોંચ્યું છે, જે ભયજનક સ્તરે ગણાય છે. આ સ્થિતિને પગલે જિલ્લા તંત્ર અત્યંત સતર્ક બન્યું છે. ભરૂચના જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ ડિઝાસ્ટર સેન્ટરની મુલાકાત લઈને સ્થિતિનો તાગ મેળવ્યો અને જરૂરી સૂચનાઓ આપી. તેમણે જણાવ્યું કે 27 ફૂટ સુધીનું જળસ્તર સંભાળી શકાય તેમ છે અને હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. જોકે, વધુ પાણીની આવક થાય તો જળસ્તર વધી શકે છે, જે માટે તંત્ર સંપૂર્ણ સજ્જ છે.
બીજી તરફ, અંકલેશ્વર નજીક પણ નર્મદા નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે, જ્યાં ગોલ્ડન બ્રિજ પર જળસ્તર 25 ફૂટે પહોંચ્યું છે. આને પગલે વહીવટી તંત્રે નર્મદા કાંઠાના 14 ગામોને એલર્ટ જાહેર કર્યું છે. અંકલેશ્વર તાલુકાનું વહીવટી તંત્ર સતત મોનિટરિંગ કરી રહ્યું છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા અને નદીના કિનારેથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે.



