મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નર્મદા ડેમમાં પાણીની આવક વધી, સપાટી 126.79 મીટરે પહોંચી

ઉપરવાસમાં થઈ રહેલી વરસાદી ગતિવિધિઓને પગલે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવકમાં

ઉપરવાસમાં થઈ રહેલી વરસાદી ગતિવિધિઓને પગલે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવકમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. મધ્યપ્રદેશના ઓમકારેશ્વર અને ઈન્દિરાસાગર ડેમના પાવર હાઉસ કાર્યરત થતા, નર્મદા ડેમમાં હાલ ૧૬ હજાર ૭૫૫ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમનું વર્તમાન જળસ્તર ૧૨૬.૭૯ મીટરે પહોંચ્યું છે અને ડેમ હાલ ૫૭ ટકા ભરાયેલો છે, જેમાં ૩,૩૨૪ MCM લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. વીજ ઉત્પાદન માટે CHPH પાવરહાઉસના ૩ યુનિટ કાર્યરત કરાયા છે. ગુજરાતની સિંચાઈ અને પીવાના પાણીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને મેઈન કેનાલમાં ૧૬,૨૨૩ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જળાશયમાં પાણીની આ આવકથી આગામી સમયમાં ખેડૂતો અને નાગરિકો માટે પાણીની સ્થિતિ વધુ સુધરવાની આશા સેવાઈ રહી છે.

આ સમાચાર શેર કરો