મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં દારૂ અને ચિકનની પાર્ટીનો વીડિયો વાયરલ, પૂજારી સહિત 11 કર્મીઓ સસ્પેન્ડ

જૂનાગઢના પવિત્ર ગિરનાર અંબાજી મંદિરના ભંડારામાં દારૂ અને ચિકનની પાર્ટીનો વીડિયો વા

જૂનાગઢના પવિત્ર ગિરનાર અંબાજી મંદિરના ભંડારામાં દારૂ અને ચિકનની પાર્ટીનો વીડિયો વાયરલ થયો છે. શક્તિપીઠ જેવી પવિત્ર જગ્યાએ મંદિરના જ સ્ટાફ દ્વારા આ નિંદનીય કૃત્ય આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે.

બે નવા પૂજારીની નિમણૂક 

વહીવટદાર અને મામલતદારે તાત્કાલિક કાર્યવાહી કરી પૂજારી સહિત 11 કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. હાલ બે નવા પૂજારીની નિમણૂક કરવામાં આવી છે અને સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ તેજ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો