મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરેન્દ્રનગર-ખમીસણા પાસે નર્મદાનો પુલ બંધ કરતા તંત્રની કામગીરી સામે ગ્રામજનોએ ઉઠાવ્યા સવાલ

VIDEO: સુરેન્દ્રનગર જિલ્લાના ખમીસણા

VIDEO: સુરેન્દ્રનગર જિલ્લાના ખમીસણા નજીક નર્મદાનો પુલ બંધ કરતા ગામલોકોને ભારે હાલાકી વેઠવાની નોબત આવી છે. નર્મદા કેનાલ પાસે આવેલા ખમીસણા ગામના લોકોએ ખનીજ માફિયાઓ લઈને તંત્રની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા. ખનીજ માફિયાઓ રાત્રી દરમ્યાન પુલ ખોલી ખનીજની ગાડીઓ પસાર કરે છે.

સવારે 4 વાગ્યે માટી નાખી પુલ બંધ કરી નાખવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ લગાવ્યા હતા. જ્યારે ખનિજ ભરેલા ડમ્પર પસાર થાય છે તો નાના વાહનો માટે પુલ બંધ કરી દેખાવ પૂરતી કામગીરી તંત્ર કરતા હોવાનો આક્ષેપ કર્યા હતા. ડ્રાઇવર્જન આપવામાં આવ્યું છે તે પણ અત્યંત બિસ્માર હાલતમાં હોવાનું છે. જેથી સ્થાનિકો કે વાહનચાલકોની થોડી ચૂક થાય તો વહાન સાથે લોકો કેનાલમાં પડે તેવી પરિસ્થિતિ છે. 

આ સમાચાર શેર કરો