Video: મહેસાણામાં પેપર મિલના પ્રદૂષણ વિરુદ્ધ ગ્રામજનોનો ચક્કાજામ, હાઇવે પર વાહનો અટક્યા
મહેસાણા જિલ્લાના સામેત્રા ગામ નજીક બહુચરાજી હાઇવે પર ચારથી પાંચ ગામના ગ્રામજનોએ ચક્કાજામ કર
મહેસાણા જિલ્લાના સામેત્રા ગામ નજીક બહુચરાજી હાઇવે પર ચારથી પાંચ ગામના ગ્રામજનોએ ચક્કાજામ કર્યો. પેપર મિલના પ્રદૂષણથી ત્રસ્ત થયેલા લોકોએ સ્થાનિક તંત્રને અનેક વખત રજૂઆત કરી, પરંતુ કોઈ કાર્યવાહી ન થતાં આ માર્ગ અપનાવ્યો.
ગ્રામજનોના જણાવ્યા મુજબ, મિલથી નીકળતા પ્રદુષણથી હેરાન પરેશાન થઇ રહ્યા છે. અનેકવાર તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ પગલા ન લેવાતા આ ચક્કાજામ કરવામાં આવ્યું છે. ચક્કાજામના કારણે મહેસાણાથી કાઠિયાવાડ અને કચ્છ જતા વાહનો અટવાઈ ગયા છે. જેનાથી લાંબી લાઈનો લાગી અને ટ્રાફિક જામ થયો.



