મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:કીમ રેલ્વે ઓવરબ્રિજ પર યુવકોના જોખમી બાઇક સ્ટંટનો વીડિયો વાયરલ

સુરત જિલ્લાના કીમ રેલ્વે ઓવરબ્રિજ પર વધુ એક બેદરકારીભર્યો વીડિય

સુરત જિલ્લાના કીમ રેલ્વે ઓવરબ્રિજ પર વધુ એક બેદરકારીભર્યો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં કેટલાક યુવકો રાત્રિના સમયે ચાલુ બાઇક પર જોખમી સ્ટંટ કરતા, નાચતા અને અશ્લીલ હરકતો કરતા જોવા મળી રહ્યા છે. જાહેર માર્ગ પર આવી પ્રવૃત્તિઓ માત્ર ટ્રાફિક નિયમોનો ભંગ જ નથી કરતી, પરંતુ પોતાનું તેમજ અન્ય વાહનચાલકોનું જીવન પણ જોખમમાં મૂકે છે. કીમ બ્રિજ પર બાઇક સ્ટંટના વીડિયો અગાઉ પણ અનેક વખત સામે આવી ચૂક્યા છે, છતાં આવી ઘટનાઓ અટકતી નથી. સતત વધી રહેલી આવી બેદરકારીને લઈને સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે અને કીમ પોલીસ દ્વારા જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.

આ સમાચાર શેર કરો