VIDEO: સુરતમાં સહારા ગેટ નજીક શાકભાજી ગટરના પાણીથી ધોવાતો હોવાનો વીડિયો વાયરલ
VIDEO: સુરત શહેરમાં આવેલા સહારા દરવાજા પાસે એક શાકભાજી વ
VIDEO: સુરત શહેરમાં આવેલા સહારા દરવાજા પાસે એક શાકભાજી વિક્રેતા રોડ પરના ગટરના ગંદા પાણીમાં શાકભાજી ધોઈ રહ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. શાકભાજી વિક્રેતા લીલા ધાણા ગ્રાહકોને વેચાણ કરતા પહેલા ગટરના દૂષિત પાણીથી રોડની પાસે બેસીને ધોઈ રહ્યો હોવાનું સામે વીડિયોમાં દ્રશ્યમાન છે. આવા ગંદા ગટરના પાણીથી ધોયેલા શાકભાજી ખાઈને લોકો બીમાર પડતા હોય છે. જેથી આની જવાબદારી કોની એ પણ મોટો સવાલ
છે.
સુરત મહાનગરમાં જાહેર સ્થળ પર આસપાસ કોઈ ન હોય તેમ શાકભાજી વિક્રેતા પોતાની મસ્તીમાં રોડ પડી રહેલા ગટરના દૂષિત પાણીથી લીલી ધાણા ધોઈને પછી ઉભા થઈને જોરથી ગંદું પાણી ઝાટકો મારતો હોવાનું વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આજુંબાજું કોઈ જોતું ન હોય તેમ ગટરના પાણીથી શાકભાજીને ધોઈને બીજા શાકભાજીની સાથે લીલા ધાણા મૂકી દીધા હતા.
આ તમામ દ્રશ્ય ત્યાંથી રસ્તા પરથી પસાર થતા કોઈ વાહનચાલકે આ સમગ્ર ઘટના પોતાના મોબાઈલ ફોનમાં રેકોર્ડ કરી દીધું હતું. આ સમગ્ર ઘટના અંગે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માગણી છે. સવાલ એ છે કે, સુરત મનપા, વહીવટી તંત્ર આવી ઘટના બાદ શું બોધપાઠ લે તે જોવું રહ્યું.



