મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: હોર્મુઝની ખાડીને સુરક્ષિત રીતે પાર કરી 'LNGC DISHA' જહાજ સફળતાપૂર્વક દહેજ બંદરે પહોંચ્યું

ગુજરાતના ભરૂચ જિલ્લાના દહેજ બંદરે કતારથી પ્રવાહી કુદરતી ગેસ (LNG) ભરીન

ગુજરાતના ભરૂચ જિલ્લાના દહેજ બંદરે કતારથી પ્રવાહી કુદરતી ગેસ (LNG) ભરીને નીકળેલું વિશાળ 'LNGC DISHA' જહાજ સફળતાપૂર્વક દહેજ LNG ટર્મિનલ ખાતે આવી પહોંચ્યું છે. આ જહાજે ગત 15 જૂન 2026ના રોજ વૈશ્વિક સ્તરે અત્યંત તણાવપૂર્ણ ગણાતી હોર્મુઝની ખાડીને સુરક્ષિત રીતે પાર કરી હતી. ઉલ્લેખનીય છે કે, સંબંધિત વિસ્તારમાં યુદ્ધની સ્થિતિ સમાપ્ત થયા બાદ હોર્મુઝની ખાડી પાર કરીને ભારત આવનારું આ સર્વપ્રથમ LNG જહાજ છે. આ જહાજમાં અંદાજે 62 હજાર મેટ્રિક ટન જેટલો અધધ LNG કાર્ગોનો જથ્થો લાવવામાં આવ્યો છે. આ જથ્થો દહેજ ટર્મિનલ પર પહોંચતા જ દેશની ઊર્જા સુરક્ષાને ખૂબ મોટી મજબૂતી અને નવું બળ મળશે.

આ સમાચાર શેર કરો