VIDEO: વડોદરા: મહાનગરપાલિકા કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી.
વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની એક સનસનાટીભરી ધમકી

વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની એક સનસનાટીભરી ધમકી મળતા સમગ્ર વહીવટીતંત્ર અને પોલીસ વિભાગમાં ભારે હડકમ્પ મચી ગયો છે. પાલિકાના મ્યુનિસિપલ કમિશનર અને મેયરને સત્તાવાર ઈમેલ મારફતે આ ખતરનાક ધમકી મળી હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ મુખ્ય કચેરી ખાતે જ મ્યુનિસિપલ કમિશનર, મેયર, ઉચ્ચ અધિકારીઓ અને ચૂંટાયેલા અન્ય સત્તાધીશો નિયમિતપણે બેસે છે, જેના કારણે સુરક્ષા વ્યવસ્થાને લઈને તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો અને બોમ્બ સ્ક્વોડની ટીમો તપાસ માટે દોડી ગઈ છે.




