મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વડોદરા: ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી; 'યોગ ફોર હેલ્ધી એજિંગ' થીમ પર કરાયું માર્ગદર્શન

વડોદરામાં યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી

વડોદરામાં યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ ભવ્ય કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી જીતુ વાઘાણી, વિધાનસભા દંડક બાલકૃષ્ણ શુક્લા અને ધારાસભ્ય કેયુર રોકડિયા સહિતના પદાધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નગરજનો, યુવાનો અને વરિષ્ઠ નાગરિકો જોડાયા હતા. મહાનુભાવોએ યોગ દ્વારા સ્વસ્થ, સક્રિય અને આત્મનિર્ભર જીવન જીવવા અંગે જનજાગૃતિનો સંદેશ આપ્યો હતો.  

આ સમાચાર શેર કરો