મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરેન્દ્રનગરમાં કમોસમી વરસાદથી વિવિધ પાકોને થયું નુકસાન

સુરેન્દ્રનગર જિલ્લામાં માવઠાને કારણે ચોટીલામાં દોઢ ઈંચ, ચુડામાં અડધો ઈંચ વરસાદ વરસ્યો

સુરેન્દ્રનગર જિલ્લામાં માવઠાને કારણે ચોટીલામાં દોઢ ઈંચ, ચુડામાં અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો. મળતા અહેવાલ પ્રમાણે ભારે વાવઝોડા અને કમોસમી વરસાદને કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે, મોઢામાં આવેલા કોળિયો છીનવાઈ ગયો હોવાનો ઘાટ સર્જાયો છે. ઉલ્લેખનીય છે કે ઘઉં ચણા બાજરો જીરૂ વરિયાળીના પાકોને ભારે નુકસાન પહોંચ્યું છે. તો બીજી તરફ ભારે પવન સાથે વરસાદથી ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે.

આ સમાચાર શેર કરો