મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:ચોરીની અનોખી સ્ટાઇલ, આખરે ગેંગ પોલીસના હાથે ચઢી

નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચે આતંકનો પર્યાય બનેલી આંતરરાજ્ય ચડ્ડી-બનિયાનધારી ગેંગના ત્રણ રીઢા સાગર

નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચે આતંકનો પર્યાય બનેલી આંતરરાજ્ય ચડ્ડી-બનિયાનધારી ગેંગના ત્રણ રીઢા સાગરીતોને મુદ્દામાલ અને હથિયારો સાથે ઝડપી લીધા છે. જલાલપોર વિસ્તારમાં 16 જૂને બંગલામાંથી 7 લાખથી વધુની ચોરી સહિત ત્રણ મોટી ઘરફોડ ચોરીઓનો ભેદ ઉકેલાયો છે.આ ગેંગ દિવસે મજૂરીના બહાને રેકી કરી, રાત્રે માત્ર ચડ્ડી-બનિયાન પહેરીને મોઢે રૂમાલ બાંધી ઘરોમાં ચોરી કરતી હતી. પકડાયેલા આરોપીઓમાં રમશુ ભુરિયા સહિતના ત્રણેય પર અમદાવાદ, વડોદરા અને દાહોદમાં 13થી વધુ ગુના નોંધાયેલા છે.આ ધરપકડથી દક્ષિણ ગુજરાતના રહીશોમાં રાહતનો માહોલ છે. પોલીસ વધુ સાગરીતોની તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો