મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગોધરામાં પશુ તસ્કરીના બે આરોપી પકડાયા

પંચમહાલ લોકલ ક્રાઈમ બ્રાંચે ગોધરામાં પશુ તસ્કરી અને ગૌવંશના કતલખાનાના ગુનામાં સંડોવાયેલી ભોપાલી

પંચમહાલ લોકલ ક્રાઈમ બ્રાંચે ગોધરામાં પશુ તસ્કરી અને ગૌવંશના કતલખાનાના ગુનામાં સંડોવાયેલી ભોપાલી ગેંગના મુખ્ય બે આરોપીઓને ઝડપ્યા છે. પંચમહાલ પોલીસ લાંબા સમયથી આ ગેંગના સભ્યોની શોધખોળ કરી રહી હતી, જેઓ પશુઓની ગેરકાયદે હેરફેર અને કતલખાના ચલાવવામાં સક્રિય હતા. આરોપીઓની ધરપકડથી જિલ્લામાં ગૌ-તસ્કરીના નેટવર્કને મોટો ફટકો પડ્યો છે. પોલીસ દ્વારા પકડાયેલા આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે, જેથી આ ગેંગમાં જોડાયેલા અન્ય સાગરીતો અને તેમના સમગ્ર નેટવર્કનો પર્દાફાશ થઈ શકે.

આ સમાચાર શેર કરો