VIDEO: સુરેન્દ્રનગર પોલીસની નિષ્ફળતા વચ્ચે રેન્જ આઈ.જી.ની ટીમે નાસતા ફરતા બે આરોપીઓને ઝડપ્યા
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસની કામગીરી સામે ફરી ગંભીર સવાલો ઉઠ્યા છે. લ
પ્રકાશિત : •1 મિનિટ વાંચન સમય
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસની કામગીરી સામે ફરી ગંભીર સવાલો ઉઠ્યા છે. લાંબા સમયથી પોલીસના હાથે ન લાગેલા બે નાસતા ફરતા આરોપીઓને રેન્જ આઈ.જી. નિરલિપ્ત રાયની ટીમે ઓપરેશન પાર પાડી ઝડપી લીધા છે. લીંબડીમાં એટ્રોસિટીના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી ફરાર આબિદ ખાન પઠાણને તેમજ મુળી પોલીસ સ્ટેશનના ૧૩ લાખના ઈંગ્લિશ દારૂના કેસમાં એક વર્ષથી નાસતા ફરતા આરોપી અજય ખાચરને રેન્જની ટીમે દબોચી લઈને જેલ હવાલે કર્યા છે. સ્થાનિક પોલીસ જે આરોપીઓને વર્ષો સુધી પકડી શકી ન હતી, તેમને રેન્જની ટીમે ગણતરીના દિવસોમાં ઝડપી લેતા જિલ્લા પોલીસની કાર્યક્ષમતા સામે આંગળી ચીંધાઈ રહી છે. આ સફળ ઓપરેશન બાદ સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઈ છે અને પોલીસ તંત્રની કામગીરી પર અનેક શંકા-કુશંકાઓ સેવાઈ રહી છે.