VIDEO: ડાંગમાં વઘઈ માર્ગ પર તોતિંગ વૃક્ષ ધરાશાયી
સોર્સ : GSTV
ડાંગ જિલ્લામાં ચોમાસાનું વિધિવત આગમન થઈ ચૂક્યું છે. વરસાદની શરૂઆત થતાં જ વઘઈ તાલુકાના ઝાવડા-ડુંગરડા માર્ગ પર એક તોતિંગ વૃક્ષ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે.ભારે વૃક્ષ રસ્તા પર પડવાને કારણે સમગ્ર માર્ગ સંપૂર્ણપણે અવરોધાઈ ગયો હતો, જેના લીધે રસ્તાની બંને બાજુએ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. હાલ વન વિભાગ દ્વારા રસ્તા પરથી વૃક્ષને હટાવી વાહનવ્યવહાર ફરી શરૂ કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે.

