VIDEO : અમદાવાદના કૃષ્ણનગરમાં થયેલી લાખોની લૂંટનો ભેદ ઉકેલાયો, મુખ્ય સૂત્રધાર મહિલા ઝડપાઈ
અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં તાજેતરમાં થયેલી ચકચારી લૂ

અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં તાજેતરમાં થયેલી ચકચારી લૂંટનો ભેદ ઉકેલવામાં પોલીસને મોટી સફળતા મળી છે. ઝોન-૫ એલસીબી (LCB) અને કૃષ્ણનગર પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને આ ગુનામાં સંડોવાયેલી એક મુખ્ય મહિલા આરોપીની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલી મહિલા જ આ આખી લૂંટની મુખ્ય સૂત્રધાર છે. પોલીસે કડક પૂછપરછ કરીને મહિલા પાસેથી લૂંટાયેલો રૂપિયા ૨૫ લાખનો મુદ્દામાલ સફળતાપૂર્વક રિકવર કરી લીધો છે. જો કે, આ ગુનામાં સંડોવાયેલા અન્ય બેથી વધુ આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે અને ફરાર છે. પોલીસે ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે




