VIDEO: અમદાવાદના દરિયાપુરમાં બે જૂથ વચ્ચે અથડામણ
અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં નાના અલીની પોલ પાસે એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ હતી. સામાન્ય

અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં નાના અલીની પોલ પાસે એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ હતી. સામાન્ય બોલાચાલી બાદ મામલો હિંસક બનતા બંને પક્ષોએ પથ્થરમારો કર્યો અને બેઝબોલના દંડા વડે હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વિસ્તારમાં ચકચાર મચી છે. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. પોલીસે મારામારી અને રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.




