VIDEO: અમરેલી જિલ્લા પંચાયતના નવા પ્રમુખે શાસ્ત્રોક્ત વિધિ સાથે વિધિવત કાર્યભાર સંભાળ્યો
અમરેલી જિલ્લા પંચાયતના નવા પ્રમુખ તરીકે સાવરકુંડલાના જી

અમરેલી જિલ્લા પંચાયતના નવા પ્રમુખ તરીકે સાવરકુંડલાના જીરા ગામના પૂર્વ સરપંચ દક્ષાબેન ચોડવડિયાએ શાસ્ત્રોક્ત વિધિ સાથે વિધિવત કાર્યભાર સંભાળ્યો છે. ભાજપ દ્વારા સોંપાયેલી આ જવાબદારી પૂર્વે દક્ષાબેને જીરા ગામના સરપંચ તરીકે શેત્રુંજી નદીમાં ખનીજ માફિયાઓ સામે અવાજ ઉઠાવી અને 600 વીઘા ગૌચર જમીન દબાણમુક્ત કરાવીને એક લોકભિમુખ નેતા તરીકે ઓળખ સ્થાપિત કરી હતી.
પદભાર સંભાળતા પહેલા વતનના મંદિરોમાં દર્શન અને વડીલોના આશીર્વાદ લીધા બાદ તેમણે કચેરીના પગથિયાં નમીને વહીવટની શરૂઆત કરી છે. આગામી સમયમાં તેઓએ અધિકારીઓ અને ચૂંટાયેલા સભ્યો સાથે બેઠક યોજીને ગ્રામ્ય સ્તરે વિકાસના કાર્યોને વેગ આપવા અને લોકોના પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે કટિબદ્ધતા વ્યક્ત કરી છે.




