Video: અંબાજી શિખર પર સૌથી મોટી ધજા ચઢાવાઈ, અમદાવાદના સંઘે તોડ્યો પોતાનો જ રેકોર્ડ
બનાસકાંઠાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમ મહામેળાના અં
બનાસકાંઠાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમ મહામેળાના અંતિમ દિવસે, 7 સપ્ટેમ્બર, 2025ના રોજ એક ઐતિહાસિક ઘટના નોંધાઈ. અમદાવાદના જય અંબે સેવા કેમ્પે અંબાજી મંદિરના શિખર પર 2626 ફૂટ લાંબી ધજા ચઢાવી, જેની સાથે સંઘે સૌથી મોટી ધજા ચઢાવવાનો પોતાનો જ રેકોર્ડ તોડી નવો ઇતિહાસ રચ્યો. આ સંઘે અગાઉ 63 રેકોર્ડ પોતાના નામે કર્યા હતા, પરંતુ આ વખતે ભાદરવી પૂનમના શુભ અવસરે માતાજીને અર્પણ કરાયેલી આ ધજાએ નવો કીર્તિમાન સ્થાપ્યો.
સંઘના સભ્યોએ જણાવ્યું કે, આ ધજા ચઢાવવાની પ્રક્રિયામાં અનેક મહિનાની મહેનત અને શ્રદ્ધા સમાયેલી છે. વરસાદની વચ્ચે પણ ભક્તોનો ઉત્સાહ અને ભક્તિ અદ્ભુત હતા. આ ઘટનાએ અંબાજીના આધ્યાત્મિક મહત્વને વધુ ઉજાગર કર્યું.




