VIDEO: યુદ્ધની અસર જામનગર પહોંચી, 40% ઉદ્યોગોનું કામકાજ બંધ થઈ ગયું હોવાનો દાવો
મીડલિસ્ટ દેશોમાં ચાલી રહેલા યુદ્ધની અસર જામ

મીડલિસ્ટ દેશોમાં ચાલી રહેલા યુદ્ધની અસર જામનગરના બ્રાસ ઉદ્યોગ સુધી પહોંચી છે. જામનગરનો બ્રાસ ઉદ્યોગ વિશ્વવિખ્યાત છે, જેમાં ગલ્ફના દેશોમાં તેમજ યુરોપ અને યુએસમાં મોટા પાયે બ્રાસ કમ્પોનન્ટની નિકાસ કરવામાં આવે છે. ત્યારે યુદ્ધના કારણે અત્યારે હાલ જામનગરનો 40% ઉદ્યોગોનું કામકાજ બંધ થઈ ગયું હોવાનો દાવો ફેક્ટરી ઓનર્સ એસોસિયેશનના પ્રેસિડેન્ટે કર્યો છે.
બ્રાસ ઉદ્યોગમાં ગેસના બાટલાની પણ ખૂબ જ જરૂરિયાત હોતી હોય છે, જેથી તેની પણ અછત હોવાના કારણે બ્રાસ ઉદ્યોગને ખૂબ માઠી અસર પહોંચી છે અને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. તેથી યુદ્ધને લઈને જામનગર બ્રાસ ઉદ્યોગમાં લોકો માટે રોજગારીની સમસ્યા પણ ધીમે-ધીમે ઉત્પન્ન થતી હોય તેવો દાવો જામનગરના ઉદ્યોગકારો કરી રહ્યા છે.




