VIDEO: બાળકીના હત્યારાએ PSIની રિવોલ્વર ઝુંટવી બે રાઉન્ડ ફાયરિંગ કર્યું
વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં ચાર વર્ષની બાળકીની હત્યાના આરોપીએ પોલીસ વાનમાં જ

વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં ચાર વર્ષની બાળકીની હત્યાના આરોપીએ પોલીસ વાનમાં જ ફિલ્મી અંદાજમાં ફાયરિંગ કરતાં ખળભળાટ મચી ગયો છે. એલસીબીની ટીમ તપાસ માટે આરોપી અજય રાઠોડિયાને લઈ જઈ રહી હતી ત્યારે તેણે PSIની સર્વિસ રિવોલ્વર આંચકી બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. એક ગોળી ડ્રાઈવરના માથા ઉપરથી પસાર થઈ કાચ ચીરીને નીકળી ગઈ, જ્યારે બીજી ગોળી ઝપાઝપી દરમિયાન આરોપીના જ પગમાં વાગી હતી. બાળકીની હત્યા કેસમાં પોલીસે અગાઉ આરોપીની ધરપકડ કરી હતી. ઘટનાને પગલે પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે અને ઈજાગ્રસ્ત આરોપીને સારવાર હેઠળ રાખી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.




