મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: કોને શું પહેરવું અને શું નહી તે નાગરિકો નક્કી કરે, યુવા એડવોકેટની ટીમ દ્વારા ફરજિયાત હેલમેટનો વિરોધ 

રાજકોટમાં આગામી 8 સપ્ટેમ્બરથી શહેરી વિસ્તારોમાં હેલ્મેટ ફરજિયાત કરવાના નિર્ણય સામે યુવા એડવોકેટ્સની

રાજકોટમાં આગામી 8 સપ્ટેમ્બરથી શહેરી વિસ્તારોમાં હેલ્મેટ ફરજિયાત કરવાના નિર્ણય સામે યુવા એડવોકેટ્સની ટીમે વિરોધ નોંધાવ્યો છે. હેલ્મેટ વિરોધ સમિતિના યુવા એડવોકેટ હર્ષિલ શાહે જણાવ્યું કે, ભારતમાં નાગરિકોને શું પહેરવું અને શું નહી તે નક્કી કરવાનો અધિકાર છે. તેમણે દલીલ કરી કે સરકારની મૂળભૂત ફરજ સુચારુ ટ્રાફિક વ્યવસ્થા અને સારા રસ્તાઓ પૂરા પાડવાની છે, પરંતુ વાહન ચલાવવા માટે રસ્તા જ સારા નથી

લોકોને દંડ દેવા અને તેને હેરાન કરવાની નીતિ સામે અમારો વિરોધ છે. અમે જાગૃત વકીલો અને નાગરિકોનું મંડળ ફરજિયાત હેલ્મેટનો વિરોધ કરીએ છીએ. પ્રજાના મતથી ચૂંટાયેલા લોકો પ્રજાના અવાજ અને જરૂરિયાતને સમજતા નથી. પ્રજા નથી ઇચ્છતી કે હેલમેટ ફરજિયાત અમલ થાય

આ સમાચાર શેર કરો