મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરત જિલ્લાના માંડવીમાં શંકાસ્પદ ઘી બનાવવાનું કૌભાંડ ઝડપાયું, 810 લીટર જથ્થો કર્યો જપ્ત

રાજ્યના સુરત જિલ્લામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે સુરત

રાજ્યના સુરત જિલ્લામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે  સુરત જિલ્લાના માંડવીમાં શંકાસ્પદ ઘી બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે. માંડવીના ખેડપૂર ગામે અગ્રેશ્વર સોસાયટીના એક મકાનમાં પોલીસે બાતમીના આધારે દરોડા પાડી 'યદુગીરી' બ્રાન્ડના નામે વેચાતું 810 લીટર શંકાસ્પદ ઘી જપ્ત કર્યું છે.

આ જથ્થાની કિંમત અંદાજે 6.65 લાખ રૂપિયા

પોલીસે દરોડા દરમિયાન  તપાસ કરી હતી કે અલગ અલગ ડબ્બામાં આ ઘી પેક કરવામાં આવ્યું છે. તો બીજી તરફ અલગ-અલગ ડબ્બાઓમાં પેકિંગ કરેલા આ જથ્થાની કિંમત અંદાજે 6.65 લાખ રૂપિયા થાય છે. માંડવી પોલીસે તમામ જથ્થાના સેમ્પલ મેળવી લેબ ટેસ્ટિંગ માટે મોકલી આપ્યા છે.  

આ સમાચાર શેર કરો