VIDEO:સુરેન્દ્રનગરઃ તંત્રની ઘોર બેદરકારી વર્ષથી બંધ જર્જરિત પુલ પર જીવના જોખમે ગ્રામજનોની અવરજવર
સુરેન્દ્રનગરના

સુરેન્દ્રનગરના ખમીસણા નજીક આવેલી નર્મદા કેનાલ પરના પુલને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ પુલ નીચેથી અત્યંત જર્જરિત થઈ જતાં તંત્ર દ્વારા છેલ્લા એક વર્ષથી બંધ કરી દેવાયો હતો, પરંતુ આજ દિન સુધી તેના રીનોવેશન કે નવીનીકરણની કોઈ કામગીરી શરૂ કરાઈ નથી. પરિણામે, આજુબાજુના ૭ થી વધુ ગામના લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. કંટાળેલા ગ્રામજનોએ આખરે જાતે જ પુલ પરની માટી હટાવીને આ જોખમી પુલ પરથી વાહનોની અવરજવર શરૂ કરી દીધી છે. અહીં વાહનો પલટી ખાવાની ઘટનાઓ પણ બની રહી છે. નીચેથી ગમે ત્યારે પુલ તૂટી પડે તે પહેલાં તંત્ર તાકીદે જાગે તેવી લોક માંગ ઉઠી છે.



