VIDEO:સુરેન્દ્રનગર: આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસે પોલીસ અધિકારીઓએ સાઇકલ રેલી યોજી નશાબંધીનું આહવાન કર્યું.
આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ નિમિત્તે

આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ નિમિત્તે સુરેન્દ્રનગરમાં ડ્રગ્સ નાબૂદી અને જનજાગૃતિ માટે એક વિશેષ સાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના ઐતિહાસિક ટાવર ચોકથી શરૂ થયેલી આ રેલીમાં જિલ્લાના તમામ DYSP, PI અને PSI સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પોતે સાઇકલ ચલાવીને જોડાયા હતા. પોલીસ પ્રશાસન દ્વારા યુવાધનને બરબાદ થતું અટકાવવા માટે અપીલ કરવામાં આવી છે, સાથે જ હવે શાળાઓ અને કોલેજોની બહાર પણ નશાના દૂષણને રોકવા માટે કડક જાગૃતતા અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે.




