VIDEO Breaking : Surendranagar ની ભોગાવો નદીમાં ઊભા કરાયેલા દબાણો દૂર કરાયા
સુરેન્દ્રનગરની ભોગાવો નદીમાં અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો પર તંત્રએ રાતો

સુરેન્દ્રનગરની ભોગાવો નદીમાં અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો પર તંત્રએ રાતોરાત બુલડોઝર ફેરવી દીધું છે. નદીના પટમાં ગેરકાયદેસર રીતે ઊભા કરાયેલા ૮ જેટલા પાકા મકાનો અને તબેલાઓનું તંત્ર દ્વારા મોડી રાત્રે ડિમોલિશન કરવામાં આવ્યું છે. આ સાથે જ દબાણકર્તાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.ભોગાવો નદીમાં હજુ પણ અંદાજે ૫૦૦થી વધુ નાના-મોટા ગેરકાયદેસર દબાણો હોવાનું સામે આવ્યું છે, જેને પગલે તંત્ર દ્વારા આજથી જ તમામ દબાણકર્તાઓને નોટિસ આપવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. તંત્રની આ કડક કાર્યવાહીથી ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.




