VIDEO: સુરેન્દ્રનગર: ભગવાનપરમાં ખનિજ માફિયાઓ સામે 'જનતા રેડ'
સુરેન્દ્રનગર જિલ્લાના ભગવાનપુર ગામે નદી અને તળાવ વિસ્તારમાં ગેરકાયદે માટી ખનનનો મામલો

સુરેન્દ્રનગર જિલ્લાના ભગવાનપુર ગામે નદી અને તળાવ વિસ્તારમાં ગેરકાયદે માટી ખનનનો મામલો સામે આવ્યો છે. ગ્રામજનોના આક્ષેપ મુજબ ખાનગી પ્લોટમાં માટી પુરાણના નામે તળાવમાંથી બેફામ ખોદકામ કરીને માટીની ચોરી કરવામાં આવી રહી હતી. ખનીજ વિભાગની ટીમ દ્વારા કાર્યવાહી ન થતાં ગ્રામજનો ખુદ મેદાને ઉતર્યા અને સરપંચની હાજરીમાં જનતા રેડ કરી હતી. ઘટના સમયે ખનિજ માફિયાઓ ટ્રેક્ટર અને જેસીબી મશીન સાથે સ્થળ પરથી ભાગી ગયા હતા. કોઈપણ પરવાનગી વગર ચાલતા આ ખોદકામથી ગામમાં ભારે રોષ ફેલાયો છે. ગ્રામજનોએ તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.



