મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરતઃ જમવા આવેલા લોકો સાથે સેવકોની બોલાચાલી બાદ મારામારી થઈ

સુરતમાં ગુરુવારે રાત્રે ભોજન કરવા આવેલા લોકો પર તાનજીમના સેવકો દ્વારા મા

સુરતમાં ગુરુવારે રાત્રે ભોજન કરવા આવેલા લોકો પર તાનજીમના સેવકો દ્વારા માર મારવામાં આવ્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભોજનના સ્થળે કોઈ બાબતે બોલાચાલી થયા બાદ મામલો બિચક્યો હતો. જેમાં તાનજીમના માણસોએ ગરીબો સાથે મારામારી કરી હતી. આ હિંસક ઝડપમાં એક વ્યક્તિને આંખના ભાગે અને અન્ય એક વ્યક્તિને કપાળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ભારે હોબાળો મચી ગયો હતો. બાદમાં આ મામલો સલાબતપુરા પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો, પરંતુ દાઉડી વ્હોરા સમાજના આગેવાનોએ વચ્ચે પડીને બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવ્યું હતું.

આ સમાચાર શેર કરો