મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: SMC આવાસ બન્યા ગુનેગારોનો અડ્ડો, વરઘોડા માસ્ટર પોલીસ ક્યારે જાગશે? ભેસ્તાન SMC આવાસમાં જાહેરમાં મારામારીનો Video viral

VIDEO: ડાયમંડ સિટી સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેમ લાગી રહ્યું છે. તાજેતરમાં ભે

તસવીર: GSTV

VIDEO: ડાયમંડ સિટી સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેમ લાગી રહ્યું છે. તાજેતરમાં ભેસ્તાન વિસ્તારમાં આવેલ પ્રેમનગર નજીકના SMC કોમ્પ્લેક્સમાં અસામાજિક તત્વો દ્વારા જાહેરમાં મારામારી કરવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો (Video) સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

જાણો આખો મામલો 
સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલા પ્રેમનગર પાસેના SMC આવાસમાં કેટલાક શખ્સો દ્વારા સામાન્ય બાબતે ઉગ્ર બોલાચાલી બાદ સામસામે મારામારી કરવામાં આવી હતી. આ શખ્સોને પોલીસનો કોઈ ડર ન હોય તેમ જાહેરમાં આતંક મચાવ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, SMC આવાસ હવે ધીમે-ધીમે અસામાજિક તત્વોનો અડ્ડો બની રહ્યા છે, જેના કારણે સામાન્ય પરિવારોમાં ભયનો માહોલ છે.

પોલીસની કામગીરી પર સવાલ
સુરત પોલીસ અવારનવાર ગુનેગારોના જાહેરમાં વરઘોડા કાઢીને પોતાની વાહવાહી લૂંટતી હોય છે, પરંતુ જ્યારે આવી ઘટનાઓ બને છે ત્યારે પોલીસની નિષ્ક્રિયતા સામે આવે છે. વાયરલ વીડિયો બાદ હવે જોવાનું એ રહે છે કે ભેસ્તાન પોલીસ આ શખ્સો સામે કડક કાર્યવાહી કરે છે કે પછી હંમેશની જેમ મૌન ધારણ કરી લે છે.

આ સમાચાર શેર કરો