મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરત: દેવુ થઈ જતા 50 લાખ માટે પોતાના જ અપહરણનું નાટક કર્યું

સુરત શહેરના ઉત્રાણ વિસ્તારમાંથી એક અત્યંત વિચિત્ર અને ચોંકાવનારી ઘટના સામે આ

સુરત શહેરના ઉત્રાણ વિસ્તારમાંથી એક અત્યંત વિચિત્ર અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં 50 લાખ રૂપિયા પડાવવા માટે પોતાના જ અપહરણની ખોટી વાર્તા ઊભી કરનાર ગુમ થયેલા ઇસમને પોલીસે ઝડપી પાડ્યો છે. ગત 12 મેના રોજ જીગ્નેશભાઈ તળાવિયા નામના વ્યક્તિ ગુમ થતાં તેમની પત્નીએ ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પત્નીના જ મોબાઈલ પર પતિના ફોનમાંથી હિન્દીમાં ધમકીભર્યો મેસેજ મળ્યો હતો કે, એકાઉન્ટમાં 50 લાખ રૂપિયા નાખો, નહીં તો લાશ મળશે અને જો પોલીસને કીધું તો મારી નાખીશું. આટલું જ નહીં, આરોપી પતિએ પત્નીને ડરાવવા માટે અપહરણકર્તાઓએ તેને બાંધીને રાખ્યો હોય તેવા ફોટા અને નાટક પણ કર્યું હતું. પરંતુ મેસેજની ગંભીરતા જોઈને સુરત પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ ઉત્રાણ પોલીસની અલગ-અલગ ટીમોએ તાત્કાલિક તપાસ હાથ ધરી આ સમગ્ર ભાંડો ફોડી નાખ્યો છે. ઉતરાણ પોલીસની પૂછપરછમાં ખુલાસો થયો કે દેવું ચૂકવવા અથવા પૈસા મેળવવા માટે જીગ્નેશે પોતે જ પોતાના અપહરણ અને ખંડણીનું આખું નાટક રચ્યું હતું. ખોટી હકીકત જણાવી પોલીસનો કિંમતી સમય અને સરકારી સંસાધનોનો બગાડ કરવા બદલ પોલીસે જીગ્નેશ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો