મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: તાપીના વ્યારાની ITI સંસ્થાના વિદ્યાર્થીઓએ તંત્ર સામે કર્યા સૂત્રોચ્ચાર, નોંધાવ્યો વિરોધ

તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ઈન્દુ ખાતે આવેલી ITI

તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ઈન્દુ ખાતે આવેલી ITI સંસ્થામાં વિદ્યાર્થીઓએ પડતર માંગણીઓને લઈ સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. વિદ્યાર્થીઓની મુખ્ય માંગ સમયસર ગેટ ખોલવા, વોશરૂમમાં પાણીની સુવિધા અને નાસ્તા માટે કેન્ટિનની બહાર જવા દેવાની છૂટ આપવા બાબતે હતી.વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવતા મામલો ગરમાયો હતો, જોકે ઔદ્યોગિક તાલીમ સંસ્થાના સત્તાધીશોએ તાત્કાલિક હસ્તક્ષેપ કરી તમામ માંગણીઓ સંતોષવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો. સંચાલકોના હકારાત્મક નિર્ણય બાદ વિદ્યાર્થીઓએ પોતાનો વિરોધ સમેટી લીધો હતો અને ફરી શૈક્ષણિક કાર્ય શરૂ થયું હતું.

આ સમાચાર શેર કરો