VIDEO: અમરેલીમાં નબળી ગુણવત્તાની કામગીરી વિરુદ્ધ સખત વલણ, નાળાના કામનું સરપ્રાઈઝ ચેકિંગ
અમરેલીના દામનગર પાલિકાના સત્તાધીશ સદસ્યોએ નબળી ગુણવત્તાની કામગીરી

અમરેલીના દામનગર પાલિકાના સત્તાધીશ સદસ્યોએ નબળી ગુણવત્તાની કામગીરી વિરુદ્ધ સખત વલણ અપનાવ્યું છે. ગુરુકુળ રોડ પર ચાલતા નાળાના કામનું સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું. પાલિકાના સદસ્યોએ નબળી ગુણવત્તાનું મટીરીયલ અને લોલમલોલ કામગીરી જોઈ નારાજગી વ્યક્ત કરી.
આ કામ અંદાજિત 90 લાખ રૂપિયાનું છે. પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના સદસ્યોએ તાત્કાલિક કામ અટકાવી દીધું છે. પાલિકામાં ભ્રષ્ટાચારમુક્ત વ્યવસ્થા અને સારી ગુણવત્તાના કામો માટે આ નવા અભિયાનની શરૂઆત માનવામાં આવી રહી છે.




