મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: ડાંગનું શબરીધામ ધામ બન્યું આસ્થાનું કેન્દ્ર, રામ-લક્ષ્મણ-શબરીના દર્શન માટે ઉમટ્યા ભાવિકો

દિવાળી વેકેશન નિમિત્તે ડાંગ જિલ્લાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ શબરીધામ ભાવિક ભક્તો

દિવાળી વેકેશન નિમિત્તે ડાંગ જિલ્લાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ શબરીધામ ભાવિક ભક્તોની ભીડથી ઉભરાયું છે. પ્રવાસીઓ આ વખતે માત્ર સાપુતારા જેવા પ્રાકૃતિક સ્થળો જ નહીં, પરંતુ ધાર્મિક સ્થળોની પણ પસંદગી કરી રહ્યા છે.

ભગવાન શ્રી રામના પાવન પગલાંથી પવિત્ર બનેલા આ સ્થળે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. લોકવાયકા અનુસાર, રામાયણ કાળમાં સીતાજીની શોધમાં નીકળેલા શ્રી રામ અને લક્ષ્મણને અહીં ભીલ માતા શબરીએ એઠા બોર ખવડાવ્યા હતા. આ પવિત્ર સ્થળે દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે.

રાજ્યભરમાંથી આવતા ભાવિકો માતા શબરી, રામ અને લક્ષ્મણના દર્શન કરી પુણ્ય પ્રાપ્ત કરી રહ્યા છે. પ્રવાસી દર્શનાર્થીઓ પણ આ ધાર્મિક સ્થળની મુલાકાત લેવાથી સંતોષ વ્યક્ત કરી રહ્યા છે.

આ સમાચાર શેર કરો