VIDEO:અમદાવાદમાં એસ.જી. હાઈવે પર ક્ષમતા કરતા વધુ ભરેલી રિક્ષા પાછળ લટકતા દેખાયા વિદ્યાર્થીઓ
અમદાવાદના એસ.જી. હાઈવે પરથી માસૂમ વિદ્યાર્થીઓના જીવ જો

અમદાવાદના એસ.જી. હાઈવે પરથી માસૂમ વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકતો એક સ્કૂલ રિક્ષાનો ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં ક્ષમતા કરતાં વધુ ભરેલી રિક્ષાના પાછળના ભાગે વિદ્યાર્થીઓ જોખમી રીતે બહાર લટકતા જોવા મળી રહ્યા છે. ટ્રાફિકથી ધમધમતા હાઈવે પર રિક્ષાચાલકની આ ઘોર બેદરકારીને કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય અને સુરક્ષા સામે મોટો સવાલ ઊભો થયો છે. વાયરલ વીડિયોમાં દેખાતા બાળકો કઈ શાળાના છે તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી, પરંતુ આ ઘટનાને પગલે વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તંત્ર કડક પગલાં ભરે તેવી માંગ ઉઠી છે.




