મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : અમદાવાદમાં છેડતી કરનાર રોમિયોને જનતાએ જાહેરમાં ચખાડ્યો મેથીપાક

અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી ચાણક્ય સ્કૂલ નજીક જાહેર રોડ પર એક ચોંકાવનારી ઘટના સ

અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી ચાણક્ય સ્કૂલ નજીક જાહેર રોડ પર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક યુવકે દારૂના નશામાં ધૂત થઈને પહેલા એક ગાડીને ટક્કર મારી હતી અને ત્યારબાદ ત્યાં હાજર યુવતીની છેડતી કરવાનું શરૂ કર્યું હતું. આ લુખ્ખાગીરી જોઈને આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક એકઠા થઈ ગયા હતા અને છેડતી કરનારા યુવકને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. રોષે ભરાયેલા લોકોએ આ અસામાજિક તત્વને જાહેરમાં જ બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો અને ત્યારબાદ તેને પોલીસના હવાલે કરી દીધો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ મામલે કૃષ્ણનગર પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો