મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: બટુક ભોજન બાદ ૩૦થી વધારે બાળકોને ફૂડ પોઈઝનિંગની ગંભીર અસર

ભુજના માધાપર સ્થિત ઐશ્વર્યાનગરમાં બટુક ભોજન બાદ ૩૦થી વધારે બાળકોને ફ

ભુજના માધાપર સ્થિત ઐશ્વર્યાનગરમાં બટુક ભોજન બાદ ૩૦થી વધારે બાળકોને ફૂડ પોઈઝનિંગની ગંભીર અસર થતાં ચકચાર મચી ગઈ છે. અંદાજે ૩થી ૧૩ વર્ષની ઉંમરના આ બાળકોને મધરાતે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.મળતી માહિતી મુજબ, ભોજનમાં દાળ-ભાત, સેવ-બુંદી અને છાશ આરોગ્યા બાદ બાળકોને અચાનક ઊલટી-ચક્કર થવાની શરૂઆત થઈ હતી. પ્રાથમિક અનુમાન મુજબ છાશ પીવાના કારણે બાળકોની તબિયત બગડી હોવાનું માનવામાં આવે છે. ઘટનાની ગંભીરતાને જોતાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાં તાત્કાલિક ડોર-ટુ-ડોર સર્વે હાથ ધરવામાં આવ્યો છે. રાહતની વાત એ છે કે હાલ તમામ બાળકોની સ્થિતિ સ્થિર હોવાનું તબીબોએ જણાવ્યું છે.

આ સમાચાર શેર કરો