મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: કડીના કલ્યાણપુરા રોડ પર ગંભીર અકસ્માત, રસ્તા પર સૂતેલા બે બાળકોને JCB મશીને કચડી નાખ્યા

રાજ્યના મહેસાણા જિલ્લાના કડીમાંથી

રાજ્યના મહેસાણા જિલ્લાના  કડીમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે,કડીના કલ્યાણપુરા રોડ પર ગંભીર અકસ્માત સર્જાયો છે. મળતા અહેવાલ પ્રમાણે  માર્ગ પર સૂઈ રહેલા શ્રમિકોના બે બાળકો પર JCB મશીન ચઢી જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બન્ને માસૂમોના મોત નિપજ્યા છે.

શ્રમિક દંપતી કામ કરી રહ્યા હતા અને તેમના બાળકો સૂઈ રહ્યા

ઉલ્લેખનીય છે કે રસ્તાનું કાર્ય ચાલી રહ્યું હતું અને શ્રમિક દંપતી કામ કરી રહ્યા હતા અને તેમના બાળકો સૂઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ કડી પોલીસ દુર્ઘટનાસ્થળ પર દોડી આવી હતી. માસૂમોના મોત બાદ પરિવારમાં આક્રંદનો માહોલ સર્જાયો છે. 

આ સમાચાર શેર કરો