મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદમાં રફ્તારનો કહેર, યોગ સર્કલ પર મર્સિડીઝ–કિયા વચ્ચે ગંભીર અકસ્માત

અમદાવાદમાં વહેલી સવારે રફ્તારનો કહેર જોવા મળ્યો છે. યોગ સર્કલ પાસે

અમદાવાદમાં વહેલી સવારે રફ્તારનો કહેર જોવા મળ્યો છે. યોગ સર્કલ પાસે પુરઝડપે જતી મર્સિડીઝ અને શેલા તરફથી આવતી કિયા કાર વચ્ચે જોરદાર ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી પ્રચંડ હતી કે કિયા કાર ફંગોળાઈને નજીકની પંચરની દુકાન સુધી પહોંચી ગઈ હતી. સદનસીબે દુકાન બહાર બેઠેલા બે યુવકોનો આબાદ બચાવ થતા મોટી જાનહાનિ ટળી છે. અકસ્માતમાં મર્સિડીઝના બોનેટના ફુરચા ઉડી ગયા હતા, જ્યારે કિયા કારની એરબેગ્સ ખુલી ગઈ હતી. બંને કારમાં સવાર લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે. ઘટનાને પગલે આસપાસના લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો