મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગાંધીનગરઃ એસજી હાઇવે પર નશામાં નબીરાઓનો આતંક, ભયાનક અકસ્માત!

ગાંધીનગરમાં એસજી હાઈવે પર સરગાસણ બ્રિજ પાસે સ્વાગત મોલની સામે ગઈકાલે 25 જૂન

ગાંધીનગરમાં એસજી હાઈવે પર સરગાસણ બ્રિજ પાસે સ્વાગત મોલની સામે ગઈકાલે 25 જૂનની મોડી રાત્રે નશામાં ધૂત નબીરાઓએ પૂરપાટ ઝડપે આતંક મચાવીને એક હૃદયકંપાવનારો અકસ્માત સર્જ્યો હતો. નશાની હાલતમાં ધૂમ સ્ટાઇલમાં 130 કિલોમીટરથી વધુની સ્પીડે દોડતી હ્યુન્ડાઈ ક્રેટા કારના ચાલકે આગળ જતી મહિન્દ્રા EVને પાછળથી પ્રચંડ ટક્કર મારી હતી, જેના કારણે તે ફંગોળાઈને ટોયોટા ઈનોવા સહિત અન્ય લક્ઝુરિયસ ગાડીઓ સાથે ધડાકાભેર અથડાતાં કુલ 4 કારનો કુરચો બોલી ગયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે તેનો કાન ફાડી નાખે તેવો અવાજ 300 મીટર દૂર સુધી સંભળાયો હતો અને ટક્કર લાગતાની સાથે જ ક્રેટા કારમાં ભીષણ આગ ફાટી નીકળતાં તે જોતજોતામાં બળીને ખાખ થઈ ગઈ હતી, જેને ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ કાબૂમાં લીધી હતી. આ દુર્ઘટનામાં કુલ ૪ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે, જેમાંથી એક યુવકની હાલત અત્યંત નાજુક હોવાથી તેને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં અને અન્ય ૩ ઘાયલોને ગાંધીનગર સિવિલમાં ખસેડાયા છે; પ્રત્યક્ષદર્શી યુવરાજસિંહ ભાટીએ સમયસર તમામને હોસ્પિટલ પહોંચાડી જીવ બચાવ્યા હતા, જ્યારે ગાંધીનગર પોલીસે અકસ્માત સર્જનાર નશાખોર નબીરાઓ સામે ગુનો નોંધી કાયદેસરની તપાસ તેજ કરી છે.

આ સમાચાર શેર કરો