VIDEO: સાબરકાંઠા LCBએ હિંમતનગરમાં ચાલતા એક મોટા નકલી દસ્તાવેજ કૌભાંડને ઝડપી પાડ્યું
સાબરકાંઠા LCB પોલીસે હિંંમતનગરમાં દરોડા પાડ્યા છે. મળતા અહેવાલ પ્રંમાણે હિંમત

સાબરકાંઠા LCB પોલીસે હિંંમતનગરમાં દરોડા પાડ્યા છે. મળતા અહેવાલ પ્રંમાણે હિંમતનગરમાં ચાલતા એક મોટા નકલી દસ્તાવેજ કૌભાંડને ઝડપી પાડ્યું છે. હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં જનસેવા કેન્દ્રના ઓપરેટર સાથે મળીને ખોટા આધારકાર્ડ અને EWS દાખલા બનાવવાનું રેકેટ ચાલતું હતું.
1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો
પોલીસે રેડ દરમિયાન મામલતદાર અને નગરપાલિકાના નકલી સિક્કા સહિત 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે બે શખ્સોની ધરપકડ કરી હિંમતનગર બી-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે.




