મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદ ગ્રામ્ય કોર્ટની લાલ આંખ

અમદાવાદ ગ્રામ્ય કોર્ટે પોલીસ અધિકારીઓની કામગીરી સામે ગંભીર નોંધ લેતા તપાસના આદેશ આપ્યા છે. તત્કાલીન ડીવાયએસપી આસ્થ

અમદાવાદ ગ્રામ્ય કોર્ટે પોલીસ અધિકારીઓની કામગીરી સામે ગંભીર નોંધ લેતા તપાસના આદેશ આપ્યા છે. તત્કાલીન ડીવાયએસપી આસ્થા રાણા સહિતના ત્રણ પોલીસકર્મીઓ પર અદાલતમાં ખોટો રિપોર્ટ રજૂ કરવાનો અને મહત્વના સાક્ષીને ફસાવવા માટે કાવતરું રચવાનો ગંભીર આરોપ છે. પીડિત સાક્ષીને બદનામ કરવા માટે પોલીસે ત્રણ બોગસ કેસ દર્શાવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, જે  આરટીઆઈ દ્વારા કરવામાં આવેલા ખુલાસામાં પોકળ સાબિત થયા છે, કારણ કે આ કેસોનો કોઈ પોલીસ રેકોર્ડ જ મળ્યો નથી. એડવોકેટ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવેલા મજબૂત દસ્તાવેજી પુરાવાઓને પગલે મામલો ગંભીર બન્યો હતો. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે આ સમગ્ર ઘટનાને છેતરપિંડી અને ફોર્જરી ગણાવીને અમદાવાદ ગ્રામ્ય એસપીને તપાસ સોંપી છે. કોર્ટે સ્પષ્ટ હુકમ કર્યો છે કે આગામી 60 દિવસની અંદર આ મામલે સઘન તપાસ પૂર્ણ કરી તેનો અહેવાલ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે. પોલીસની વિશ્વસનીયતા પર ઉઠેલા આ સવાલોએ કાયદાકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે.

આ સમાચાર શેર કરો