VIDEO:રાજકોટ: જંગલેશ્વર ડિમોલેશનમાં લાખોના પાણીના બિલ મામલે મનપા વિવાદમાં.
રાજકોટ મહાનગરપાલિકાના જંગલેશ્વર ડિમોલેશન મામલે વધુ એક મોટો ખર્ચ સામે આવ

રાજકોટ મહાનગરપાલિકાના જંગલેશ્વર ડિમોલેશન મામલે વધુ એક મોટો ખર્ચ સામે આવતા વિવાદ છેડાયો છે. ડિમોલેશન દરમિયાન ભોજન, નાસ્તા અને ચા-પાણી પાછળ થયેલા ₹૨૭.૨૦ લાખના તોતિંગ ખર્ચ બાદ, હવે મિનરલ વોટર પાછળ ₹૧૨.૪૦ લાખનો ધુમાડો કરાયો હોવાનું ખૂલ્યું છે. સામે આવેલા સરકારી બિલોમાં કયા દિવસે કેટલી પાણીની બોટલો વપરાઈ તેની કોઈ સ્પષ્ટ વિગત નથી, માત્ર તારીખ અને રકમ જ લખવામાં આવી છે. આ ઉપરાંત, શહેરમાં અસંખ્ય વોટર પ્લાન્ટ હોવા છતાં મનપાએ મિનરલ વોટરનો કોન્ટ્રાક્ટ એક મંડપ સર્વિસને આપતા ખર્ચની પારદર્શિતા અને ભ્રષ્ટાચારના ગંભીર સવાલો ઊભા થયા છે.




